How to Publish Name Change in Gujarat e-Gazette Online: Govt Press Rajkot Guide
Updated: 2026-09-16
Publishing a notification in the Gujarat Government Gazette (e-Gazette) is the official and legally binding process for changing your name, surname, middle name, or date of birth across all official records in India. In Gujarat, the publication of gazette notifications is handled under the Department of Stationery and Printing, with key operations based at the Government Press, Rajkot and Ahmedabad.
When Do You Need an e-Gazette Notification?
Name Change After Marriage: For women updating their surname or middle name after marriage.
Spelling & Surname Corrections: Rectifying typographical discrepancies between Birth Certificates, School Leaving Certificates (LC), Aadhaar, and Passport.
Official Name Change: Adopt a new legal name for personal or professional reasons.
Government/Employment Records: Required for identity verification in government job appointments, pensions, and banking.
Step-by-Step Procedure for e-Gazette Application:
Prepare an Affidavit: Draft a legally valid Gazette Affidavit on e-Stamp paper clearly stating your old name, new name, and valid reason.
Newspaper Advertisement: Publish a notice regarding the name change in a daily Gujarati newspaper.
Online Application Submission: Register on the official Gujarat e-Gazette portal (egazette.gujarat.gov.in).
Document Upload: Upload the Affidavit, Newspaper Cutting, Photo ID (Aadhaar/PAN), and Identity Proofs.
Fee Payment: Pay the prescribed government fee online.
Download Gazette Copy: Once approved by the Govt Press (Rajkot/Ahmedabad), the digital gazette copy can be downloaded directly for official verification.
Streamline your Gazette application with DocGalaxy. We provide complete assistance with Affidavit typing, e-Stamping, document formatting, and online filing.
Need Any Help whatsapp : 93282 30034
Download the Galaxy Stamp App: https://play.google.com/store/apps/details?id=com.docgalaxy.galaxystamp
Need help with Other?
DocGalaxy's Rajkot team guides you in Gujarati + English. WhatsApp, call, or fill the form.
ગુજરાતી આવૃત્તિ
ગુજરાત રાજપત્ર (e-Gazette) એટલે શું?
સરકારી દસ્તાવેજો જેવા કે પાસપોર્ટ, આધાર કાર્ડ, પેન કાર્ડ, બેંક એકાઉન્ટ કે શૈક્ષણિક માર્કશીટમાં નામ અથવા અટકની ભૂલ હોય ત્યારે તેને કાયદેસર રીતે સુધારવા માટે ગુજરાત સરકારનું રાજપત્ર (e-Gazette / ગુજરાત ગેઝેટ) એ સૌથી માન્ય અને કાયદાકીય માધ્યમ છે.
ગુજરાત રાજ્યમાં ગેઝેટ છાપકામ અને પ્રકાશનનું કામ સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી કચેરી (Government Press - Rajkot & Ahmedabad) દ્વારા કરવામાં આવે છે. એકવાર તમારું નામ સરકારી રાજપત્રમાં પ્રસિદ્ધ થઈ જાય પછી તે કાનૂની પુરાવો બને છે અને તેના આધારે તમામ સરકારી દસ્તાવેજોમાં નામ સુધારી શકાય છે.
ગેઝેટ (Gazette Publication) ની જરૂર ક્યારે પડે છે?
૧. લગ્ન પછી નામ કે અટક બદલવા: મહિલાઓ માટે લગ્ન બાદ પતિનું નામ કે અટક ઉમેરવા.
૨. સ્પેલિંગ ભૂલ સુધારવા: આધાર કાર્ડ, એલસી (LC) કે માર્કશીટમાં અટક અથવા નામના કમ્પ્લીટ સ્પેલિંગ સુધારવા.
૩. ઈચ્છા મુજબ નવું નામ ધારણ કરવા: પોતાનું મૂળ નામ બદલીને નવું નામ જાહેર કરવા માટે.
૪. સરકારી નોકરી અને પેન્શનમાં: નોકરીના રેકોર્ડમાં કે પેન્શન પેપર્સમાં નામ જુદું આવતું હોય ત્યારે.
૫. દસ્તાવેજી વિસંગતતા (Mismatch) દૂર કરવા: જમીન દસ્તાવેજ, 7/12 કે પ્રોપર્ટી કાર્ડમાં નામ અલગ હોય તેને સુધારવા.
ગેઝેટમાં નામ સુધારવા માટે જરૂરી દસ્તાવેજો (Required Documents)
સોગંદનામું (Gazette Affidavit): રૂ. ૩૦૦/૫૦૦ ના ઈ-સ્ટેમ્પ પેપર પર બનાવેલું નોટરાઇઝ્ડ સોગંદનામું.
વર્તમાનપત્રની જાહેરાત (Newspaper Ad): સ્થાનિક દૈનિક સમાચારપત્રમાં આપેલી નામ બદલ્યાની જાહેરાતનું કટીંગ.
ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, વોટર આઈડી અથવા પાન કાર્ડની નકલ.
રહેઠાણનો પુરાવો: લાઈટ બિલ, રાશન કાર્ડ અથવા ઇન્ડિયા પોસ્ટ એડ્રેસ પ્રૂફ.
પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ્સ: ૨ નંગ તાજેતરના ફોટોગ્રાફ.
શૈક્ષણિક કે અન્ય પુરાવા: સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC) અથવા મેરેજ સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો).
e-Gazette Gujarat ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
એફિડેવિટ અને ઈ-સ્ટેમ્પિંગ: સૌપ્રથમ કાયદાકીય લખાણ સાથે ઈ-સ્ટેમ્પ પેપર પર સોગંદનામું તૈયાર કરી નોટરી કરાવો.
પેપર એડવર્ટાઇઝમેન્ટ: વર્તમાનપત્રમાં જૂનું નામ અને નવું નામ દર્શાવતી જાહેર નિવેદન આપો.
e-Gazette પોર્ટલ રજિસ્ટ્રેશન: egazette.gujarat.gov.in પોર્ટલ પર સિટીઝન રજિસ્ટ્રેશન કરો.
અરજી ફોર્મ ભરો: ફોર્મમાં જૂનું નામ, નવું નામ, સરનામું અને યોગ્ય કારણ દાખલ કરો.
ડોક્યુમેન્ટ અપલોડ કરો: સોગંદનામું, ન્યુઝ પેપર કટિંગ અને આઈડી પ્રૂફની PDF સ્કેન કરીને અપલોડ કરો.
સરકારી ફી ચુકવો: નિયત કરેલી ઓનલાઇન સરકારી ફ્રી ભરીને અરજી સબમિટ કરો.
રાજપત્ર ડાઉનલોડ કરો: સરકારી મુદ્રણાલય (Govt Press Rajkot/Ahmedabad) દ્વારા ચકાસણી થયા બાદ રાજપત્ર ડાઉનલોડ કરી શકાશે.
DocGalaxy અને Galaxy Stamp સેવા શા માટે પસંદ કરવી?
ગેઝેટની અરજીમાં નાનામાં નાની ભૂલ હોય તો ફોર્મ રિજેક્ટ થાય છે અને સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડે છે. DocGalaxy ની મદદથી તમે ઘરે બેઠા આખી પ્રક્રિયા સરળતાથી કરી શકો છો.
એફિડેવિટ ટાઈપિંગ અને ઈ-સ્ટેમ્પિંગ: પરફેક્ટ લીગલ ડ્રાફ્ટિંગ સાથે ઓનલાઇન ઈ-સ્ટેમ્પિંગ અને નોટરી સર્વિસ.
પેપર જાહેરાત અને ફોર્મ ફિલિંગ: વર્તમાનપત્રની જાહેરાતથી લઈને પોર્ટલ પર અપલોડિંગ સુધીની સંપૂર્ણ સહાય.
ઝડપી વોટ્સએપ સર્વિસ: ઘરે બેઠા માત્ર ડોક્યુમેન્ટ મોકલીને કામ કરાવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
૧. ગેઝેટ પબ્લિશ થવામાં કેટલો સમય લાગે છે?
સામાન્ય રીતે ઓનલાઇન અરજી કર્યા બાદ ૧૫ થી ૩૦ દિવસમાં રાજપત્ર (Gazette) ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થઈ જાય છે.
૨. શું ગેઝેટમાં નામ સુધાર્યા પછી આધાર કાર્ડમાં નામ બદલાય?
હા, ગેઝેટ કોપી એ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા માન્ય સૌથી મોટો પુરાવો છે. તેના આધારે આધાર, પાસપોર્ટ અને પેન કાર્ડમાં નામ તુરંત બદલાઈ જાય છે.
અમારો સંપર્ક કરો
ગેઝેટ સોગંદનામું, ઈ-સ્ટેમ્પિંગ, ટાઈપિંગ અથવા ઓનલાઇન ફોર્મ પ્રોસેસિંગ માટે Galaxy Stamp App વાપરો અથવા સીધો સંપર્ક કરો.
WhatsApp / Helpline: 9328230034